નવી દિલ્હીઃ વર્ષ 2019માં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે સામાન્ય વરસાદ રહેવાની સંભાવના 50 ટકા છે. હવામાનની ભવિષ્યવાણી કરતી ખાનગી એજન્સી સ્કાઈમેટે આ અંદાજ આપ્યો છે. જણાવીએ કે, વિતેલા વર્ષ 2018માં જુલાઈ-સપ્ટેમ્બર મહિના સુધી મોનસૂન 91 ટકા રહ્યું હતું, જોકે 97 ટકાના અનુમાન કરતાં ઓછો હતો.
આવું સળંગ પાંચમા વર્ષે બન્યું છે, જેમાં હવામાન વિભાગે વધારે વરસાદને લઈ અનુમાન લગાવ્યું હોય. ભારતમાં દર વર્ષે થતો વરસાદ 70 ટકા ચોમાસા દરમ્યાન જોવા મળે છે. ચોમાસાના વરસાદમાં અછતની અસર મોટા પાયે ખેતી પર પડતી જોવા મળે છે.
સ્કાઈમેટનું કહેવું છે કે, વર્ષ 2019માં 50 ટકાથી વધારે શક્યતા છે કે, ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય રહેશે. સાથે, આ વર્ષે અલ નીનોનો શક્યતા પણ ઘણી ઓછી છે. સ્કાઈમેટ હવામાનનું પહેલું અનુમાન 1 એપ્રિલે જાહેર કરશે.