મુંબઈઃ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં પતિ નિક જોનસ સાથે મિયામી બીચ પર વેકેશન ગાણી રહી છે. તેના આ વેકેશનની અનેક તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રિયંકા અને નિકની સાથે તેનો ભાઈ જો જોનસ પણ પોતાની મંગેતર સેફી ટર્નર સાથે હોલીડે એન્જોય કરી રહ્યો છે. બધા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી આ વેકેશનની તસવીર ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.


પોતાના ખુબજ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ આ લોકો એકબીજા માટે સમય કાઢી લે છે. હાલ આ કપલ મિયામી બીચ પર વેકેશન મનાવી રહ્યુ છે. પ્રિયંકા અને નિકના ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.


હાલમાં એક ઇંટરવ્યુમાં અમેરિકન પોપ સિંગર નિકે લગ્ન બાદ પહેલી વખત પોતાની અંગત જિંદગી પર વાતચીત કરી હતી. નિકે ખુલીને વાત કરતા કહ્યુ હતુ કે તે અને પ્રિયંકા દરેક મામલે એક બીજાનો દીલથી સાથ આપે છે. એક બીજાનો સપોર્ટ હોવાથી તે એકબીજાને સારી રીતે સમજી શકે છે.


આ અંગે નિકે કહ્યુ કે લગ્ન પછી તેની જીવનમાં જાણે કે ખુશીઓનો વરસાદ વરસ્યો છે. અત્યારસુધીની તેમની કહાની ખુબજ દિલચસ્પ રહી છે. નિકને લાગી રહ્યુ છે કે પ્રિયંકા એક ગજબ મહિલા છે.તેણે દરેક મામલે નિકના જીવનને બહેતર બનાવ્યુ છે.