પ્રિયંકા ચોપડા બની મોસ્ટ પાવરફુલ વૂમેન, 50 મહિલાઓની યાદીમાં થયો સમાવેશ
સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સિંગર બેયૉન્સે, ટેલીવિઝન સ્ટાર એલેન જિઝેનેરસ, ઑસ્કર વિજેતા જેનિફર લૉરેન્સ અને પોપ સિંગર જેનિફર લોપેજ પણ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં સામેલ થયા બાદ પ્રિયંકાએ કહ્યું “હું એક અદભૂત મહિલાઓ સાથે આ સ્ટેજને શેર કરવા પર સૌભાગ્યશાળી અનુભવી રહી છું. જેમણે તમામ પડકારોને પાછળ છોડી એક ખાસ મુકામ બનાવ્યું અને આજે પોતાએ પસંદ કરેલા કેરિયરની ટોચ પર ઊભી છે. આ એક ઉપલબ્ધિની ભાવના છે. ”
પ્રિયંકાએ અમેરિકી ટેલિવિઝન સિરિયલ ‘ક્વાંટિકો’માં એલેક્સ પેરિશનો રોલ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે ‘બેવોચ’ ફિલ્મથી 2017માં હૉલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
મુંબઈ: ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરાએ વધુ એક ઉપલબ્ધિ મેળવી છે. પ્રિયંકા જોનસ યૂએસએ ટૂડેની ‘મનોરંજન જગતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓ’ની યાદીમાં સામેલ થઈ ગઈ છે. પ્રિયંકાએ ઓપરા વિન્ફ્રે અને મેરિલ સ્ટ્રીપ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય હસ્તિઓ સાથે આ યાદીમાં જગ્યા બનાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -