IPL 2019: લીગ સ્ટેજની મેચોનો કાર્યક્રમ થયો જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ અને જાણો કઇ ટીમનો ક્યારે છે મુકાબલો
જે દિવસે એક મેચ હશે તે રાત્રે 8 વાગ્યે શરૂ થશે અને બે મેચ હશે તે દિવસે પ્રથમ મેચ સાંજે 4 વાગ્યે અને બીજી મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાલુ વર્ષે લોકસભા ચૂંટણીના કારણે આઇપીએલની શરૂઆત નિર્ધારિત સમયથી વહેલી થઈ રહી છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આઈપીએલનું શિડ્યૂલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલા 19 ફેબ્રુઆરીએ 17 મેચનુ શિડ્યૂલ (23 માર્ચથી 5 એપ્રિલ) જાહેર કરવામાં આવ્યું હતું.
12મી સીઝનની પહેલી મેચમાં વર્તમાન ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સનો સામનો 23 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. આઇપીએલના ચાલુ વર્ષના કાર્યક્રમમાં એપ્રિલ-મે મહિનામાં સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીલ)ની 12મી સીઝનની લીગ મેચના કાર્યક્રમની જાહેરાત આજ રોજ કરવામાં આવી હતી. બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમમાં બપોરની મેચો, સાપ્તાહિક મેચો અને ટીમોના પ્રવાસને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. નોકઆઉટ મેચોના કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. લીગ મેચો 23 એપ્રિલથી 5 મે સુધી રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -