નવી દિલ્હીઃ બોલિવૂડ સેલેબ્રિટી એકથી એક જાણીતા ડિઝાઇનરના કપડા પહેરી હંમેશા સમાચારોમાં છવાઇ જતા હોય છે. પણ ધણીવાર આ ડિઝાઇનર ડ્રેસ સેલેબ્રિટીની મુશ્કેલીઓમાં વધારો કરતો હોય છે. અને આવું જ કંઇક પ્રિયંકા ચોપરા જોડે પણ થયું છે. પ્રિયંકા ચોપરા હાલમાં જ પતિ નિક જોનાસ સાથે બહાર નીકળી હતી પણ તેમના પારદર્શક ડ્રેસના કારણે તે Oops મુવમેન્ટનો શિકાર બની હતી.

ગોલ્ડન ગ્લોબ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પ્રિયંકા અને નિકે આફ્ટર પાર્ટીમાં હાજરી આપવાના બદલે કેલિફોર્નિયામાં ડિનર લેવાનો નિર્ણય લીધો. જ્યાં પાપારાઝીએ તેમને ઘેરી લીધા અને પ્રિયંકા ઓકવર્ડ સ્થિતિમાં મૂકાઈ ગઈ.


પ્રિયંકાએ પોતાના હાથમાં લગભગ 5 લાખ રૂપિયાનું પર્સ કેરી કર્યું હતું અને તેણે તેનો ઉપયોગ શીલ્ડ તરીકે કર્યો. આમ તે ખોટા એન્ગલવાળી તસવીરો ક્લિક થવાથી બચી ગઈ.


જો કે પ્રિયંકાની આ મુશ્કેલીની સમજતા તેમના પતિ નિક પણ તેમની મદદ માટે આગળ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રિયંકાનો આ ડ્રેસ જાણીતા ફેશન ડિઝાઇનરે ડિઝાઇન કર્યો છે. ત્યારે એક તરફ સોશિયલ મીડિયામાં લોકો પ્રિયંકાને આવો ડ્રેસ પહેરવા માટે ટ્રોલ કરી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ કેટલાક મીડિયા યુઝર્સ પ્રિયંકાની સમજદારીના પણ વખાણ કરી રહ્યા છે.