કૌભાંડી નીરવ મોદી સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તમામ કોન્ટ્રાક્ટ રદ્દ કર્યા
નીરવ મોદી બ્રાન્ડની જ્વેલરીને પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, ઘણી ઈન્ટરનેશનલ મોડલ ઓસ્કાર ઈવેન્ટમાં નીરવ મોદી બ્રાન્ડની જ્વેલરી પહેરી ચૂકી છે. તેમાંથી ઘણી મોડલ નીરવ મોદી બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી છે.
મુંબઈ: PNB કૌભાંડમાં 11,356 કરોડના ફ્રોડ કેસમાં ફસાયેલા હીરા વેપારી નીરવ મોદી સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તમામ કોન્ટ્રાક્ટ તોડી નાખ્યા છે. પ્રિયંકા ચોપરા હવે નીરવ મોદીની કંપની માટે પ્રચાર નહી કરે.
પ્રિયંકા ચોપરાનો નીરવ મોદી બ્રાન્ડ સાથે કોન્ટ્રાક્ટ હતો અને તે નીરવ બ્રાન્ડની જ્વેલરી માટે પ્રચાર કરતી હતી. તે બ્રાન્ડ એમ્બેસેડર સિદ્ધાર્થ મલહોત્રા સાથે ઘણી જ્વેલરીની જાહેરાતમાં પણ જોવા મળી હતી.
આ માહિતી પ્રિયંકા ચોપરાના પ્રવક્તા દ્વારા આપવામાં આવી છે. પ્રિયંકા ચોપરા નીરવ મોદી બ્રાન્ડની ઘણી જાહેરાતોમાં જોવા મળી હતી. નોંધનીય છે કે, દેશમાં બેન્ક ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા ફ્રોડમાં નીરવ મોદી મુખ્ય આરોપી છે. સીબીઆઈએ નીરવ મોદી અને ગીતાંજલી જેમ્સના માલિક મેહુલ ચોકસી સહિત અન્ય આરોપીઓ સામે મની લોન્ડરિંગના 2 કેસ દાખલ કરી દીધા છે. 9 દિવસથી તેમના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.