કોંગ્રેસે કઈ પાંચ તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત ભાજપ પાસેથી છીનવી લીધી? જાણો વિગત
સામે પક્ષે ગત ટર્મમાં ધાનેરા અને વાવ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી, જે આ વખતે કોંગ્રેસ પાસેથી ભાજપે છીનવી લીધી છે. આ ઉપરાંત ભાજપને બે પંચાયત ખોવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, ભાજપને બનાસકાંઠા જિલ્લા પંચાયત પણ ખોવી પડી છે.
ગાંધીનગરઃ આજે ગુજરાતની 17 તાલુકા પંચાયતની ચૂંટણીના મતગણતરી યોજાઇ હતી. આજે આવેલા પરિણામો પ્રમાણે કોંગ્રેસે આઠ તાલુકા પંચાયત પર જીત મેળવી છે. જ્યારે ભાજપે સાત પંચાયત પર વિજય મેળવ્યો છે. ગત ટર્મમાં કોંગ્રેસ પાસે છ પંચાયત હતી. આ વખતે બે પંચાયત વધુ મળી છે. કોંગ્રેસ ભાજપ પાસે રહેલી પાંચ પંચાયત છીનવી લીધી છે, તો કોંગ્રેસને બે પંચાયત ખોવી પડી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગત ટર્મમાં પાલનપુર, ભાભર, કાંકરેજ, દાંતીવાડા અને ગાંધીનગર તાલુકા પંચાયત ભાજપ પાસે હતી. જોકે, આ વખતે આ પાંચ તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસે છીનવી લીધી છે.