બોલિવૂડ સહિત હોલિવૂડમાં પોતાની ઓળખ ઉભી કરનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પોતાના બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. પ્રિયંકા ચોપરા હાલમાં પોતાનું પુસ્તક “અનફિનિશ્ડ“ને લઈને ચર્ચામાં છે.

મને ડાયરેક્ટરે પોતાના શરીરના કેટલાક ભાગની સર્જરી કરાવવા કહ્યું- પ્રિયંકા

આ પુસ્તકમાં પ્રિયંકાએ પોતાના જાવીનના એ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે જે તેના માટે મુશ્કેલભર્યો હતો. એક કિસ્સો જણાવતા તેણે કહ્યું કે, “એક ડાયરેક્ટરે તેને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી.”તેણે કહ્યું કે, “હું તેને કામના મામલે મળવા પહોંચી હતી. થોડી નિનિટની વાતચીત બાદ તેમણે મને ઉભા થઈને ખુદને ફરવા માટે કહ્યું. મેં એમ કર્યું. તે મને ઘણાં સમય સુધી ઘુરી ઘુરીને જોઈ રહ્યા અને કહ્યું કે, જો એક્ટ્રેસ બનવા માગે છે તો શરીરના કેટલાક ભાગની પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે. તેમણે મને મારા સ્તન, જબડું અને બટની સર્જરી કરાવવા કહ્યું.” તેમણે કહ્યું કે, તેમના મેનેજરે પણ ડાયરેક્ટરની આ વાત પર સહમતી દર્શાવી છે. ત્યાર બાદ મેં મારા મેનેજરથી પણ રસ્તો અલગ કરી લીધો હતો.”

હું હવે આ સમયે તેના વિશે ખુલીને વાત કરી શકું છું- પ્રિયંકા

એક મેગેઝીનને આપેલ ઇન્ટરવ્યૂમાં આ મામલે સવાલ કરવા પર જવાબ આપતા તેણે કહ્યું કે, “હું મનોરંજનના બિઝનેસમાં છું. મને આ બિઝનેસમાં મજબૂત થવાની જરૂરત હતી. જ્યારે કોઈ કલાકર તમને તમારી નબળાઈ જણાવે તો લોકો તમને નીચી બતાવવામાં સારું અનુભવે છે. મેં ક્યારેય મારી જાતને નીચે પડવા નથી દીધી. હું મારું કામ કરતી રહી અને ક્યારે એવી કોઈ વાત વિશે વાત નથી કરી જેનાથી હું મુશ્કેલીમાં આવી છું. હું હવે ઘણી સમજદાર છું અને હવે એ સમય વિશે ખુલીને વાત કરી શકુ છું. મારું આ પુસ્તક કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી આપતી. બસ આ મારી સ્ટોરી છે જેને મે મારી દ્રષ્ટિએ જોઈ છે.”

નિક જોનસ અને તેની વચ્ચે ઉંમરના તફાવત પર વાત

ઉપરાંત તેમણે પોતાના અને પતિ નિક જોનસની વચ્ચે ઉંમરના તફાવત વિશે વાત કરતાં કહ્યું કે, “નિક સાથે તેના સંબંધ એડવેન્ચર જેવા રહ્યા છે. એક બીજાની પસંદ ના પસંદને સમજીએ છીએ.”પ્રિયંકાએ આગળ કહ્યું કે, “નિક અને તેની વચ્ચે ઉંમરને લઈને ક્યારેય કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી આવી.”

નોંધનીય છે કે, પ્રિયંકા ચોપરાનુ પુસ્તક અનફિનિશ્ડ આજે રિલીઝ થવાનું છે.