હાલમાં જ નિકે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પ્રિયંકા સાથે ડાંસ કરતો જોવા મળ્યો હતો. પ્રિયંકાએ પૂલ કિનારે ડ્રિંક્સ લેતા પોતાની તસવીરો શેર કરી છે. પ્રિયંકાની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ તસવીરો શેર કરતા પ્રિયંકાએ લખ્યું, વેકેશનનો સારો ઉપયોગ. પતિ તસવીર પાડી રહ્યા છે. LOL નિક જોનાસ.
પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો તે ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકમાં કામ કરતી જોવા મળશે.