સિડનીઃ આઈસીસી દ્વારા વર્લ્ડકપની સેમિ ફાઇનલ માટે અમ્પાયર, મેચ રેફરીની જાહેરાત કરવામાં આવી હતી. મંગળવારે ઓલ્ડટ્રેફર્ડમાં રમાનારી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ સેમિ ફાઇનલમાં રિચાર્ડ ઈલિંગવર્થ અને રિચાર્ડ કેટલબોરો ફિલ્ડ અમ્પાયર રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના રોડ ટકર થર્ડ અમ્પાયર અને ઈંગ્લેન્ડના નાઇજલ લિયોંગ ચોથા અમ્પાયર હશે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર ડેવિડ બૂન મેચ રેફરી રહેશે.
ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટોનમાં રમાનારી બીજી સેમી ફાઇનલમાં શ્રીલંકાનો કુમાર ધર્મસેના અને સાઉથ આફ્રિકાનો મારાઇસ ઇરાસમુસ ફિલ્ડ અમ્પાયર રહેશે. જ્યારે ન્યૂઝીલેન્ડના ક્રિસ ગાફાને ત્રીજા અને પાકિસ્તાનના અલીમ ડાર ચોથા અમ્પાયર રહેશે. શ્રીલંકાના રંજન મદુગલ્લા મેચ રેફરી તરીકેની કામગીરી સંભાળશે.
વર્લ્ડકપઃ સેમિ ફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યા બે મોટા ફટકા, 45 બોલમાં સદી ફટકારનારો ખેલાડી ટીમ સાથે જોડાયો, જાણો વિગત
મિલિંદ દેવડા બાદ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત
વર્લ્ડકપઃ ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં કોણ હશે અમ્પાયર, જાણો વિગત
abpasmita.in
Updated at:
07 Jul 2019 06:32 PM (IST)
મંગળવારે ઓલ્ડટ્રેફર્ડમાં રમાનારી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ સેમિ ફાઇનલમાં રિચાર્ડ ઈલિંગવર્થ અને રિચાર્ડ કેટલબોરો ફિલ્ડ અમ્પાયર રહેશે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર ડેવિડ બૂન મેચ રેફરી રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -