વર્લ્ડકપઃ સેમિ ફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યા બે મોટા ફટકા, 45 બોલમાં સદી ફટકારનારો ખેલાડી ટીમ સાથે જોડાયો, જાણો વિગત
abpasmita.in | 07 Jul 2019 05:31 PM (IST)
ઓસ્ટ્રેલિયાની ટીમને વર્લ્ડકપ 2019માં સેમિફાઇનલ પહેલા બે મોટા ફટકા લાગ્યા છે. સાઉથ આફ્રિકા સામેની લીગ મેચમાં ઘાયલ થયેલા ઉસ્માન ખ્વાજા અને ઓલરાઉન્ડર માર્કસ સ્ટોયનિસના સ્થાને કવર ખેલાડી તરીકે વિકેટકિપર બેટ્સમેન મેથ્યૂ વેડ અને ઓલરાઉન્ડર મિચેલ માર્શને સામેલ કર્યા છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાની ટીમને વર્લ્ડકપ 2019માં સેમિફાઇનલ પહેલા બે મોટા ફટકા લાગ્યા છે. સાઉથ આફ્રિકા સામેની લીગ મેચમાં ઘાયલ થયેલા ઉસ્માન ખ્વાજા અને ઓલરાઉન્ડર માર્કસ સ્ટોયનિસના સ્થાને કવર ખેલાડી તરીકે વિકેટકિપર બેટ્સમેન મેથ્યૂ વેડ અને ઓલરાઉન્ડર મિચેલ માર્શને સામેલ કર્યા છે. ક્રિકેટ વર્લ્ડકપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી આ બંને ખેલાડીનું રિપ્લેસમેન્ટ માંગ્યું નથી પરંતુ એક-બે દિવસમાં આઈસીસી પાસે રિપ્લેસમેન્ટની માંગ કરી શકે છે. માર્શ અને વેડ ઘણા સમયથી ઈંગ્લેન્ડમાં જ છે. મેથ્યૂ વેડ હાલ જોરદાર ફોર્મમાં છે. તેણે તાજેતરમાં ડર્બીશાયર સામે 45 બોલમાં જ સદી ફટકારી હતી. જે કોઇ પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીની લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી છે. માર્શને માર્કસ સ્ટોયનિસ ઈજાગ્રસ્ત થયા બાદ ઓસ્ટ્રલિયાથી બોલાવાયો હતો. જે બાદ શનિવારે સાઉથ આફ્રિકા સામેની મેચમાં ઉસ્માન ખ્વાજાને હેમસ્ટ્રિંગ ઇન્જરી થઈ હતી. જેને ઠીક થતાં લગભગ એક અઠવાડિયું લાગશે. સાઉથ આફ્રિકા સામેની મેચમાં ખ્વાજા રિટાયર્ડ હર્ટ થયા બાદ મોડેથી બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહોતો. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા પાસે રિપ્લેસમેન્ટ સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. પાંચ વખતની વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. આ વખતે પણ કાંગારુ ટીમે સૌથી પહેલા સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. ઓસ્ટ્રેલિયા ખિતાબ જાળવી રાખવા ટીમમાં ફેરફાર કરી શકે છે. વર્લ્ડકપઃ સચિન-સેહવાગ ન કરી શક્યા તે રોહિત-રાહુલે કરી બતાવ્યું, જાણો વિગત ચિત્તા સાથે સેલ્ફી લેવી આ એક્ટ્રેસને પડી ભારે, જાણો શું થયું મિલિંદ દેવડા બાદ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત વાપી: બીલખાડી છલકાતા ભંગારના ગોડાઉનનો સામાન તાણાયો, જુઓ વીડિયો