સલમાનની ‘ભારત’ છોડીને પ્રિયંકાએ શરૂ કર્યું આ હિન્દી ફિલ્મનું શૂટિંગ, પોસ્ટ કરી સેલ્ફી
ધ સ્કાઇ ઇઝ પિંકની સ્ટોરી આયશા ચૌધરીની આસપાસ ફરે છે. જે 13 વર્ષની ઉંમરમાં પલ્મોનરી ફાઇબ્રોસિસનો સામનો કર્યા બાદ પ્રેરક વકતા બની ગઈ હતી.
ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ મુંબઈમાં બધુવારે શરૂ થયું. ઝાયરા પણ ફિલ્મનો હિસ્સો બનવા ઉત્સાહિત છે.
ફિલ્મનું શૂટિંગ શરૂ થવાને લઈ પ્રિયંકાએ કહ્યું, “હું આ ફિલ્મમાં ખોવાઈ જવાની આશા કરું છે. કારણકે આ ફિલ્મ મારા માટે ખાસ છે. જેવી મેં આ ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચી તરત જ ખબર હતી કે હું ફિલ્મનો હિસ્સો બનીશ. તેથી મેં કલાકાર અને સહ નિર્માતા એમ બંન રોલમાં છું. બંને પાસાઓના લઈ હું ફિલ્મના કલાકાર અને ટેક્નિશિયનોની ટીમ સાથે કામ કરવા ઉત્સાહિત છું.”
મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મ ભારત છોડીને પ્રિયંકા ચોપડાએ ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને સોનાલી બોસનું ‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું શૂટિંગ કરી રહી છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ, દિલ્હી, લંડન અને અંડમાનમાં થશે.