બીજી ટેસ્ટ પહેલા સચિને કેપ્ટન વિરાટને આપી આ ખાસ સલાહ, કહ્યું- 'દિલનું સાંભળો'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે ગમે તેટલા રન બનાવી લો પણ આ રન ઓછા જ પડશે, તેને આરામથી ના બેસવું જોઇએ. તમારે વધારે રનોની ભૂખ રાખવી પડશે, અને દિલનું સાંભળીને આગળ વધવું જોઇએ. જ્યારે તમે સંતુષ્ટ થઇ જશો ત્યારથી તમારો ખરાબ સમય ચાલુ થઇ જશે, એટલે તમે બેટ્સમેનો છો તો ક્યારેય સંતુષ્ટ ના થાવ. બૉલર માત્ર 10 વિકેટ લઇ શકે છે, પણ બેટ્સમેન ગમે તેટલા રન બનાવી શકે છે, સાથે ખુશ પણ રહો.
સચિને કહ્યું કે, આજુબાજુ શું થઇ રહ્યુ છે તેના પર ધ્યાન ના આપો અને પોતાનું ધ્યાન એજ વસ્તુ પર લગાવો જે હાંસલ કરવાની છે, અને પોતાની દિલની વાત સાંભળો. તમે તમારા માટે ઝનૂની હશો તો પરિણામ તમારી ફેવરમાં રહેશે.
એક ક્રિકેટ મીડિયાએ સચિન તેંદુલકરના હવાલાથી લખ્યું કે, 'હું કહીશ કે તેને તે જ કરવું જોઇએ જે કરતો આવી રહ્યો છે, એટલે તેને તે જ પ્રકારે રમવું જોઇએ.'
સચિન તેંદુલકર કોહલીને આ સલાહ ગુરુવારે બીજી ટેસ્ટ પહેલા આપી હતી. ઉલ્લેખનીય છે કે પહેલી ટેસ્ટ મેચમાં માત્ર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું જ બેટ ચાલ્યું હતું, તેને પહેલી ઇનિંગમાં 149 અને બીજી ઇનિંગમાં 51 રનની ધાકડ ઇનિંગ રમી હતી. આ પ્રદર્શનના સહારે તેને આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં પહેલું સ્થાન હાંસલ કર્યું હતું.
નવી દિલ્હીઃ સચિન તેંદુલકરે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સલાહ આપતા કહ્યું કે, તેને પોતાના દિલનું સાંભળવું જોઇએ અને પોતાની શાનદાર બેટિંગ ચાલુ રાખવી જોઇએ. ભારતયી ટીમ આ સમયે ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -