લગ્ન બાદ આ હશે પ્રિયંકા ચોપરાનું નવું નામ, જાણો વિગત
મુંબઈઃ દીપિકા-રણવીરે 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમોમાં શાહી લગ્ન કર્યા બાદ હવે વધુ એક સેલિબ્રિટી કપલ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની ચર્ચા થઈ રહી છે. જોધપુરના ઉમેદભવનમાં ભવ્ય લગ્ન પહેલા આ કપલ આજે સવારે દિલ્હીથી મુંબઈ આવી પહોંચ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેક પર લખેલા આ નામ બાદ એવી અટકળો થઈ રહી છે કે લગ્ન બાદ પ્રિયંકા તેના નામમાં જોનસ ઉમેરી શકે છે.
સિદ્ધાર્થ રૉય કપૂરે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, ભાવિ દુલ્હનને લગ્ન બાદ હંમેશા પ્યાર અને ખુશી મળે. પાર્ટીમાં પ્રિયંકા માટે ખાસ કેક મંગાવવામાં આવી હતી. જેમાં પીસીના નામથી જાણીતી પ્રિયંકાનું નામ PCJ લખવામાં આવ્યું છે.
લગ્ન પહેલા પ્રિયંકા અને નિક માટે તેની આગામી ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિંકની ટીમે પાર્ટી રાખી હતી. પાર્ટીમાં પ્રિયંકા લગ્ન બાદ તેનું નામ બદલીને શું કરવાની છે તે અંગે હિટ આપવામાં આવી હતી. પાર્ટીમાં નિક, પ્રિયંકાનો ભાઈ તથા ફિલ્મ ડાયરેક્ટર સોનાલી, સિદ્ધાર્થ કપૂર હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -