નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરાની એક તસવીર હાલમાં ચર્ચાનો વિષય બની છે. પ્રિયંકાની આ તસવીર બાથટબની છે. આ તસવીર પ્રિયંકાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. કેટલીક તસવીર અન્ય છે જેમાં પ્રિયંકા પતિ નિક જોનસ સાથે પણ જોવા મળી. પ્રિયંકાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


પ્રિયંકા ચોપડાનો આ લૂક હોલિવુડથી પ્રેરણા લઇ રહ્યો છે. આ ફોટોમાં તેણીએ બાથટબમાં બેઠી છે અને ભારે મેકઅપ કરી રાખ્યો છે. સાથે જ માથા પર ફૂલોથી સજાવેલ સ્ટાઇલિશ મુગટ પહેર્યો છે. સકર સોંગ રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયુ હતું. અત્યાર સુધી આ સોંગને ડોઢ કરોડ લોકોએ પસંદ કર્યુ છે. પ્રિયંકા ચોપડા તે વીડિયોમાં અલગ- અલગ ડ્રેસમાં ખૂબસુરત લાગી રહી છે. વીડિયોમાં પ્રિયંકા સોફી અને ડેનિયલ સહિત નિક સાથે ખૂબ મસ્તી કરતી જોવા મળી રહી છે.