બોલિવૂડની આ એક્ટ્રેસે ખોટી બતાવી પતિની ઉંમર, લોકોએ કરી ટ્રોલ
abpasmita.in | 05 Sep 2019 07:23 AM (IST)
પ્રિયંકા ચોપરાએ તસવીર શેર કરતાં લખ્યું કે, ગર્વ છે.
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલમાં ફરી એક વખત સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં જ પતિ નિક જોનાસની સાથે તસવીર શેર કરી હતી. પ્રિયંકા ચોપરાએ આ તસવીરમાં નિક જોનાસે નવા વેન્ચરનો ઉલ્લેખ કર્યો હતો અને તેની ઉંમર 27 વર્ષ દર્શાવી હતી. હવે તેને લઈને સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાને ટ્રોલ કરવામાં આવી રહી છે. પ્રિયંકા ચોપરાએ તસવીર શેર કરતાં લખ્યું કે, ગર્વ છે. So proud. When you own your own tequila at 27!. આ પોસ્ટમાં પ્રિયંકાએ નિકની ઉંમર 27 વર્ષની બતાવી જ્યારે તેની ઉંમર 26 વર્ષની છે. પ્રિયંકાની આ નાનકડી ભૂલ સોશિયલ મીડિયા ચર્ચામાં આવી ગઇ છે. એક યુઝરે લખ્યું કે નિક 27 વર્ષનો થવા માટે 14 દિવસ બાકી છે. તેથી એક યૂઝરે લખ્યું ટેકનિકી રીતે તે 26 વર્ષનો છે. ઉંમર જોકે પ્રિયંકા ટ્રોલ થતા નિક જોનાસે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. નિકે એક કાર્ટૂન ફોટો શેર કર્યો છે. આમાં પ્રિયંકા ટ્રોલરોને થપ્પડ મારતી નજરે પડે છે. આ તસવીર સાથે નિકે લખ્યું કે, પ્રિયંકા મારો જન્મદિવસ જાણે છે. નિકનો જન્મદિવસ 16 સપ્ટેમ્બર છે.