નવી દિલ્હીઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા એક દિવસ ભારતની વડાપ્રધાન બનવા માગે છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાની સાથોસાથ પતિ નિક જોનાસ માટે પણ રાજનીતિના સપના સેવી રહી છે.



હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ રાજનીતિક મહત્વકાંક્ષા વિશે વાત કરી. તેણે આ અંગે વાત કરતાં કહ્યું કે, એક દિવસ તે ભારતની વડાપ્રધાન બનવા માગે છે. આગળ પ્રિયંકાએ જણાવ્યું કે, તેની ઈચ્છા છે કે પતિ નિક જોનસ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભો રહે. જો કે, પ્રિયંકાએ સ્પષ્ટતાં કરી કે, નિકને રાજકારણમાં કોઈ રસ નથી.



અભિનેત્રીએ કહ્યું હતું કે, રાજનીતિ સાથે જે પ્રકારની વસ્તુઓ જોડાયેલી છે, મને પસંદ નથી, પરંતુ હું જાણુ છું કે અમે બંન્ને સાચે જ પરિવર્તન ઇચ્છીએ છીએ. ના ક્યારે પણ પાડી નથી.



જો કે પ્રિયંકાએ જણાવ્યું કે, તેમણે પોતાનાં જીવન દરમિયાન રાજકારણથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો, કારણ કે તે લોકોનું મનોરંજન કરવા માંગે છે, પરંતુ તેણે તે સત્યનો પણ ઇન્કાર નથી કર્યો કે પતિ નિક એક મહાન નેતા બની શકે છે. તેણે કહ્યું કે, તેઓ નારીવાદી શબ્દનો ઉપયોગ કરવાથી ગભરાતા નથી અને તે જ મને ઘણુ સારુ લાગે છે.