નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ભીષણ ગરમીથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્ત ભારતના અનેક શહેરમાં એસી કૂલર પણ કામ ન કરે એવી ગરમી પડી રહી છે. ભીષણ ગરમીને કારણે હવામાન વિભાગે રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનના ચુરુમાં 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ચાલ્યો ગયો છે. ભીષણ ગરમીનો સામનો કરી રહેલ દેશવાસીઓ માટે આગામી થોડા દિવસ સુધી લૂથી રાહત મળવાની કોઈ સમાચાર નથી.




જોકે હવામાન વિભાગ અનુસાર છ જૂનના રોજ મોનસૂન કેરળ સુધી પહોંચી શકે છે. જોકે શરૂઆતના 10 દિવસમાં મોનસૂનો વરસાદ સામાન્યથી ઓછો રહી શકે છે. આ વર્ષે કેળમાં મોનસૂનના વરસાદની અસર મોડેથી જોવા મળી રહી છે, જેની અસર સમગ્ર દેશ પર પડશે. અંદાજ અનુસાર 10 જૂન બાદ મોનસૂન જોર પકડી શકે છે.



બીજી બાજુ તેલંગાણાના હૈદરાબાદમાં ચોમાસોનો વિધિવત પ્રારંભ થયો છે. વરસાદ પડતા જ ખેડૂતોને રાહત થઈ છે. વરસાદના આગમન સાથે જ લોકોને ગરમીમાં રાહત પહોંચી હતી. હૈદરાબાદમાં અંદાજ પ્રમાણે વરસાદ પડતા ગુજરાતમાં પણ ધારણા પ્રમાણે વરસાદનું આગમન થશે. ગુજરાતમાં 12 જૂને વરસાદનું આગમન થશે.