નવી દિલ્હીઃ  પાકિસ્તાને સોમવારે એક પણ ખેલાડીની સદી વિના વર્લ્ડકપનો સર્વાધિક સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. પાકિસ્તાની બેટ્સમેનોએ શાનદાર દેખાવ કરીને ટીમના સ્કોરને 300ને પાર પહોંચાડ્યો હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા મોહમ્મદ હફિઝના 84 રનની મદદથી આઠ વિકેટ પર 348 રન ફટકાર્યા હતા. હફિઝ સિવાય બાબર આઝમ (64) અને સરફરાઝ અહેમદે (55) અડધી  સદી ફટકારી હતી.

વર્લ્ડકપમાં ત્રીજી વખત એવું બન્યું છે જ્યારે પાકિસ્તાને કોઇ વર્લ્ડકપમાં એક પણ સદી ફટકાર્યા વિના 300થી વધારે સ્કોર કર્યો હતો. પાકિસ્તાને શ્રીલંકા વિરુદ્ધ 1983ના વર્લ્ડકપમાં પાંચ વિકેટ પર 338 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ યુએઇ વિરુદ્ધ 2015ના વર્લ્ડકપમાં 6 વિકેટ પર 339  રન બનાવ્યા હતા.

આ અગાઉ એક પણ બેટ્સમેને સદી ફટકારી ના હોય અને સર્વાધિક સ્કોર બનાવ્યો હોય તેનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના નામે હતો જેણે 2015માં વર્લ્ડકપમાં વેલિંગ્ટનમાં યુએઇ વિરુદ્ધ 6 વિકેટ પર 341 રન બનાવ્યા હતા.