નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલમાં જ પતિ નિક જોનસ સાથે જોનસ બ્રધર્સની નવી ડોક્યૂમેન્ટ્રી ‘ચેસિંગ હેપીનેસ’ના વર્લ્ડ પ્રીમિયરમાં પહોંચી હતી. આ ઇવેન્ટ સોમવારે લોસ એન્જલિસમાં થઈ હતી. તે દરમિયાન સમગ્ર જોનસ પરિવાર નજર આવ્યો હતો. પરંતુ પ્રિયંકા પોતાના ડ્રેસને લઈને ચર્ચામાં છે.

આ કાર્યક્રમમાં પ્રિયંકા ખૂબસૂરત બ્લેક ડ્રેસ પહેરીને પહોંચી હતી. પ્રિયંકાએ થાઈ હાઈ સ્લિટ પ્લંગિન નેકલાઈન ડ્રેસ પહેરીને પહોંચી હતી. પ્રિયંકા આ લૂકમાં ખૂબસૂરત લાગી રહી હતી. જો કે તેનો આ લૂક કેટલાંક ચાહકોને પસંદ આવ્યો નહતો.


પ્રિયંકાની આ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર મજાક ઉડી રહી છે. કેટલાક લોકોને આ ડ્રેસ પસંદ નહતો આવ્યો તો કેટલાક લોકોએ કહ્યું કે પ્રિયંકા સતત યંગ દેખાવા માટે આ પ્રકારના પ્રયાસો કરી રહી છે એને આવા કપડા પહેરે છે.


ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે પ્રિયંકાને તેના ડ્રેસના કારણે ટ્રોલ કરવામાં આવી હોય. આ અગાઉ પણ અનેકવાર તેમના ડ્રેસને લઈને ટ્રોલ કરવામાં આવી છે. થોડા સમય પહેલા પ્રિયંકા મેટ ગાલા પહોંચી હતી. જ્યાં તેમના ડ્રેસ અને મેકઅપને લઈને ટ્રોલ કરવામાં આવી હતી અને તેના મીમ્સ પણ બન્યા હતા.