મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં આકરી હાર બાદ કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિધાનસભામાં નેતા વિપક્ષ રહી ચુકેલા રાધાકૃષ્ણ વિખે પાટિલે આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ પોતાનું રાજીનામુ વિધાનસભા અધ્યક્ષને સોંપી દીધું છે.


સૂત્રો અનુસાર પાટિલ ભાજપમાં જોડાઈ શકે છે. વિખે પાટિલના પુત્ર સુજય લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. ભાજપે તેમને અહમદનગર સીટ પરથી ટિકિટ આપી હતી અને તેઓનો વિજય થયો છે.

રાજીનામુ આપ્યા બાદ વિખે પાટિલે કહ્યું, “મે લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર પણ કર્યો નહતો. મને હાઈ કમાન્ડ પર કોઈ શંકા નથી, તેઓએ મને નેતા વિપક્ષ બનાવીને તક આપી હતી. મે સારા કામો કરવાના પ્રયત્નો કર્યો પરંતુ મને રાજીનામું આપવા માટે મજબૂર કર્યો”

મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકોમાંથી ભાજપે 23, શિવસેનાએ 18,એનસીપીએ ચાર અને કૉંગ્રેસે એક સીટ જીતી છે. રાજ્યમાં આ ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી પણ થવાની છે.

ગુજરાતથી વિદેશમંત્રી એસ.જયશંકરને રાજ્યસભામાં મોકલી શકે છે ભાજપ

ભાજપ એક સપ્તાહમાં કરી શકે છે કાર્યકારી અધ્યક્ષના નામની જાહેરાત, નડ્ડા રેસમાં આગળ

હવામાન વિભાગની આગાહીઃ આ તારીખથી દસ્તક દેશે મોનસૂન, જાણો ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ