બર્થડે સ્પેશિયલ: કેવી રહી પ્રિયંકા ચોપરાની મોડેલિંગથી બોલિવૂડ સુધીની સફર? જૂઓ,
પ્રિયંકા અત્યાર સુધીમાં 'અંદાઝ', 'દ હિરો', 'એતરાઝ', 'મુજસે શાદી કરોગી', 'વક્ત', 'ડોન', 'ક્રિષ', 'ફેશન', 'સાત ખૂન માફ', 'બર્ફી', 'મેરી કોમ', 'દિલ ધડકને દો', 'બાઝીરાવ મસ્તાની' જેવી અનેક ફિલ્મમાં પોતાની અદભુત અભિનય ક્ષમતાનાં રંગ બતાવી ચૂકી છે.
પ્રિયંકાએ તેની અપકમિંગ હોલિવૂડ ફિલ્મ 'બેવોચ'માં વિક્યોરિયા લીડ્સ નામે વિલનનાં રોલમાં જોવા મળશે. આ પહેલા પણ અભિનેત્રી ટેલિવિઝન સીરિઝ 'ક્વાંટિકો'નો હિસ્સો રહી ચૂકી છે. જે માટે તેને 'મોસ્ટ ફેવરિટ એક્ટ્રેસ'ના ખિતાબથી નવાજવામાં આવી હતી. આમ, તે બોલિવૂડ અને હોલિવૂડ એમ બંને જગ્યાએ ધૂમ મચાવી રહી છે.
પ્રિયંકાને બેસ્ટ એક્ટ્રેસ માટે નેશનલ અવોર્ડ ઉપરાંત 4 ફિલ્મફેર સહીત અનેક અનેક અવોર્ડ મળ્યા છે. બોલિવૂડની સાથે સાથે તે ટેલિવિઝનાં એક રીયાલિટી શોની જજ પણ રહી ચૂકી છે. તો પ્રિયંકા નેશનલ ન્યૂઝ પેપર માટે કોલમ પણ લખી ચૂકી છે. 10 ઓગસ્ટ, 2010માં તેને બાળ અધિકાર માટે યૂનિસેફની એમ્બેસેડર તરીકે પણ નિમવામાં આવી હતી.
પ્રિયંકા ચોપરાએ મોડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2000માં તેણે 'મિસ વર્લ્ડ'નો ખિતાબ જીત્યો હતો. જે બાદ પ્રિયંકાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તેણે વર્ષ 2002માં તમિલ ફિલ્મ 'થમિજહન'થી અભિનયની શરૂઆત કરી હતી. જે બાદ વર્ષ 2003માં તેણીએ 'દ હીરો' ફિલ્મથી બોલિવૂડમાં પોતાના અભિનયની છાપ છોડી દિધી હતી. જે બાદ પ્રિયંકા હિટ ફિલ્મ્સ આપતી રહી અને બોલિવૂડમાં પોતાનો પગદંડો જમાવી દિધો. હાલ તેની ગણના બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીમાં થાય છે.
નવી દિલ્લી: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો આજે 34મો બર્થડે છે. પ્રિયંકા એક સારી અભિનેત્રી હોવાની સાથે સાથે એક સારી સિંગર પણ છે. પ્રિયંકા હોલિવૂડમાં પણ એક અલગ સ્થાન ધરાવે છે. પ્રિયંકાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. તેણીએ મોડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. પ્રિયંકાની મોડલિંગથી અત્યાર સુધીની સફર કેવી રહી? આવો જોઈએ,