બહેન પ્રિયંકાની સગાઈ પાર્ટીમાં પરિણીતિ ચોપરાએ એક વર્ષ જૂનો ડ્રેસ પહેરતા થઈ ટ્રોલ, જુઓ તસવીરો
આ પ્રકારનું પહેલી વખત નથી બન્યું કે કોઈ એક્ટ્રેસે પોતાનો ડ્રેસ રીપિટ કર્યો હોય. આ પહેલા પણ ઘણી એક્ટ્રેસ પોતાનો ડ્રેસ રીપિટ કરવાને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. પરિણીતિના આ ડ્રેસને બોલીવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને પણ કોપી કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: શનિવારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની રોકા સેરેમનીની તસવીરોએ ફેન્સને ચોંકાવી દિધા હતા. સોશિયલ મીડિયામાં પ્રિયંકા અને નિક જાનાસની સગાઈ તસવીરો છવાઈ ગઈ છે. આ પાર્ટીમાં બોલીવૂડથી લઈને બિઝનેસમેન મુકેલ અંબાણી સુધીના લોકો સામેલ થયા હતા. આ પાર્ટીમાં વેસ્ટર્ન ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો. આ પાર્ટી બાદ પ્રિયંકાની બહેન પરિણીતી ચોપરા પોતાના ડ્રેસને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.
બહેનની સગાઈ પાર્ટીમાં પરિણીતિએ ડિઝાઈનર હેમંત અને નંદિતાની બ્લેક શોર્ટ લેસ વર્ક ડ્રેસ પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમ છતા સોશિયલ મીડિયા પર પરિણીતીને ટ્રોલ કરવામાં આવી કારણ કે પરિણીતિએ આ ડ્રેસ એક વર્ષ પહેલા દુબઈની એક ઈવેન્ટમાં પહેરી ચુકી હતી. જેના કારણે એક વર્ષ જૂનો ડ્રેસ પ્રિયંકાની પાર્ટીમાં પહેર્યા બાદ પરિણીતિને ટ્રોલ કરવામાં આવી હતી.
પરિણીતિએ પોતાના આ ડ્રેસની તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. બાદમાં લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. લોકોએ પુછી રહ્યા હતા કે પોતાની બહેનની સગાઈની પાર્ટીમાં જૂનો ડ્રેસ કેમ પહેર્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -