અક્ષય કુમાર સાથે આ ગ્લેમરસ પ્રોડ્યુસરે કર્યો 5 ફિલ્મોમાં કરાર, જાણો કોણ છે આ નિર્માત્રી?
તેને કેમેરા સામે આવવું પસંદ નથી અને તે એટલી ધીરજવાન પણ નથી કે ડાયરેક્ટર બની શકે. માટે તેણે પોર્ડોયૂસર બનવાનો નિર્ણય કર્યો. તે બોલીવુડમાં બે ફિલ્મ જૂની છે પરંતુ તેની બન્ને ફિલ્મ રુસ્તમ અને ટોયલેટઃ એક પ્રેમકથા બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. તેવી જ રીતે આવનારા દિવસોમાં પ્રેરણાનો બોલીવુડમાં દબદવો આગળ વધશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅક્ષયે એક નિર્માત્રી સાથે પાંચ-પાંચ ફિલ્મોના કરાર કર્યા હોવાની વાત છે. ''અમારી કંપની સાથે અક્ષયે પાંચ ફિલ્મોનો કરાર સાઇન કર્યો છે. અમે જલદી જ તેની સાથે એક ફિલ્મની જાહેરાત કરીશું. અમારા માટે અક્ષય લકી છે, તેમ ક્રિઅર્જ એન્ટરટેઇનમેન્ટ કંપનીની પ્રેરણા અરોરાએ કહ્યું હતું. અક્ષય કુમાર પાસે હાલ ફિલ્મોની કોઇ કમી નથી. એક પછી એક ફિલ્મો તે સાઇન કરતો જાય છે અને બોક્સ ઓફિસ પર સફળતા મેળવતો જાય છે.
મુંબઇ: અક્ષય કુમાર રૂપેરી પડદે ઝડપથી આગળ વધી રહ્યો છે. સામાજિક સંદેશાઓ આપતી ફિલ્મોને પણ તે બોક્સ ઓફિસ પર સફળ કરી રહ્યો છે. હાલની તેની રિલીઝ થયેલી પેડમેન ફિલ્મનું બજેટ અંદાજે ૬૦ કરોડ રૂપિયા હતું અને અત્યાર સુધીમાં આ ફિલ્મે રૂપિયા ૭૧ કરોડનો વેપાર કર્યો છે.
ક્રિઅર્જ એન્ટરટેનમેન્ટની નિર્માતા પ્રેરણા આગામી દિવસોમાં અનેક ફિલ્મો લઈને આવી રહી છે. 9 ફેબ્રુઆરીએ પેડમેન રિલીઝ થઈ ત્યાર બાદ હવે જોન અબ્રાહમની ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’, પરી, ફન્ને ખાં અને ત્યાર બાદ કેદારનાથ આવશે. તેનું લાઈનઅફ ખૂબ જ સ્ટ્રોંગ છે.
પ્રેરણા અરોરાને બોલીવુડમાં બ્યૂટી વિધ માઈન્ડ તરીકે ઓળખાય છે અને તે જાજરમાન એક્ટ્રેસને ટક્કર આપે છે. તે અક્ષય કુમારની સાથે ટોયલેટઃ એક પ્રેમ કતા જેવી સુપરહિટ ફિલ્મ પણ આપી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -