નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીના રોજ જમ્મૂ-કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલામાંથી સમગ્ર દેશ ગુસ્સામાં છે. આ હુમલામાં નવજોત સિંહ સિદ્ધૂનું નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યું. તેના નિવેદન બાદ તેને કપિલ શર્માના શોમાંથી પણ હટાવવામાં આવ્યા છે. હવે અનુપમ ખેરે ટ્વીટ કરીને સિદ્ધૂના નિવેદન પર કોમેન્ટ કરી છે.

વાત એમ છે કે એક યુઝરે અનુપમ ખેરને પ્રશ્ન પૂછતા લખ્યું હતું કે “કોમ્યુનિસ્ટને શું દંડ થવો જોઇએ? #NavjotSinghSidhu?#AskAnupam.” તેના જવાબમાં એકટરે ટ્વીટ કરી લખ્યું, – કયારેક-કાયરેક જ્યારે તમે બહુ વધુ વાત કરો છો, તો એ તમારી પાસેથી બકવાસ વાતો પણ કરાવી શકે છે. આપને જણાવી દઇએ કે સિદ્ધૂએ પુલવામા ટેરર એટેક પર આપેલા નિવેદન બાદ ‘ધ કપિલ શર્મા શો’માંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો.



સિદ્ધૂ એ પુલવામા એટેક પર કહ્યું હતું કે શું કેટલાંક લોકોની કરતૂત માટે આખા દેશને જવાબદાર ગણાવી શકાય છે? આ એક ખૂબ જ કાયરતાભર્યો હુમલો હતો. હું આ હુમલાની આકરી નિંદા કરું છું. હિંસાને કોઇપણ રીતે યોગ્ય ગણાવી શકાય નહીં. જેમણે પણ આમ કર્યું છે તેમને સજા મળવી જ જોઇએ. ભારત-પાકિસ્તાનની વચ્ચે મુદ્દાઓના સ્થાયી સમાધાન શોધવાની જરૂર છે. આ પ્રકારના લોકો (આતંકવાદીઓ)ના કોઇ દેશ, ધર્મ અને જાતિ હોતા નથી. કેટલાંક લોકોના લીધે આખા રાષ્ટ્ર (પાકિસ્તાન)ને જવાબદાર ગણાવો યોગ્ય ગણાવી શકાય નહીં.