નવી દિલ્હીઃ ક્રિકેટમાં ઈજા થવી એ સામાન્ય બાબત છે. અત્યાર સુધી ક્રિકેટમાં ખેલાડીઓને ઈજાનો સામનો કરવો પડતો હતો, પરંતુ વિતેલા થોડા સમયમાં અમ્પાયરોને પણ ઈજા થવાની ઘટનાઓ સામે આવી છે. સાથે જ જ્યારે કોઈ શોટ દર્શકોની વચ્ચે જાય છે તો ઘણી વખત દર્શકોને પણ ઈજા થાય છે. હાલમાં જ બીબીએલ દરમિયાન પણ એક દર્શક ઘાયલ થયો હતો. હવે ભારતમાં ચારેલ રહેલ ઘરેલુ ટૂર્નામેન્ટમાં એક અમ્પાયરને ઈજા થઈ છે. જુઓ વીડિયો....


આ ઘટના ચોથા દિવસે બીજા સેશનમાં બની હતી. આદિત્ય સરવટે બોલિંગ કરી રહ્યો હતો. તેના ઓવરના બીજા બોલ પર રેસ્ટ ઓફ ઇન્ડિયાના હનુમા વિહારીએ ડીપ પર શોટ રમ્યો હતો. આ શોટ રમી તે રન લેવા માટે દોડ્યો હતો. ડીપ પર રહેલા ફીલ્ડરે બોલને બોલર સરવટે તરફ થ્રો કર્યો જે સરવટેના હાથમાં પહોંચે તે પહેલા અમ્પાયરના માથાના પાછલા ભાગે વાગ્યો હતો અને તેને ઈજા પહોંચી હતી.



ઇજા પહોંચતા અમ્પાયર સીકે નંદન મેદાન ઉપર બેસી ગયા હતા. બધા ખેલાડી તેમની મદદ માટે આગળ આવ્યા હતા. ફિજીયોને મેદાન ઉપર બોલાવ્યા હતા અને નંદનને બહાર લઈ જવા કહ્યું હતું. સીકે નંદન થોડા સમય બહાર રહ્યા પછી અમ્પાયરિંગ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.