નવી દિલ્હીઃ અભિનેતાથી નેતા બનેલ કમલ હાસને પુલવામાં આતંકી હુમલા બાદ હૈરાન કરે તેવું નિવેદન આપ્યું છે. કમલ હાસને કાશ્મીરમાં જનમત સંગ્રહની વાત કહી છે. તેમણે કહ્યું, ભારત કાશ્મીરમાં  જનમત સંગ્રહ શા માટે નથી કરાવતી. સરકાર કોનાથી ડરે છે? ભારત અને પાકિસ્તાન બન્નેના નેતાઓને જવાબદાર ગણાવતા કમલ હાસને કહ્યું, ‘જો બન્ને પક્ષના રાજનેતા યોગ્ય વ્યવહાર કરે છે, તો એક પણ જવાનની મરવાની જરૂર નહીં પડે.



કમલ હાસને કહ્યું કે, જનમત સંગ્રહ કરો અને લોકો સાથે વાત કરો. તેમણે (સરકારે) તેમ શા માટે ન કર્યું? તેઓ કેનાથી ડરે છે? તે રાષ્ટ્રને વિભાજિત કરવા માગે છે? તમે તેની સાથે(કાશ્મીરીઓ) ફરી કેમ નથી પૂછતા? તેઓ આવું નહીં કરે? હવે આ(કાશ્મીર) ભારતનો ભાગ છે, આ જ સ્થિતિ સરહદ પાર(પીઓકે) પણ રહે છે. આઝાદ કાશ્મીરમાં તેઓ જેહાદીઓના ફોટાનો ઉપયોગ ગાડીઓમાં હીરોના રૂમાં ચિત્રિત કરવા માટે કરે છે, આ પણ એક મૂર્ખામીભરી વાત છે.


કમલ હાસને કહ્યું કે, ભારત પણ મૂર્ખામી જેવો વ્યવહાર કરે છે, આ યોગ્ય નહીં. જો આપણે એ સાબિત કરવા માગીએ છીએ કે, ભારત એક સારો દેશ છે, તો આપણે એ પ્રકારનો વ્યવહાર પણ કરવો જોઈએ. ત્યાં રાજનીતિ શરૂ છે, નવી રાજનીતિ સંસ્કૃતિ બને છે. કમલ હાસન ચૈન્નઈમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા અને તેમને પૂલવામાં હુમલા વિશે પૂછવામાં આવ્યું હતું.