મુંબઈઃ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે સિંગર-મ્યૂઝિક કંપોઝર વિશાલ દદલાણી અને પોલિટિકલ એક્ટિવિસ્ટ તહસીન પૂનાવાલા પર 10-10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. વિશાલ અને પૂનાવાલાએ દિવંગત જૈન મુનિ તરુણ સાગર સામે સોશ્યલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, કોઇપણ ધર્મના ધર્મગુરુની મજાક ઉડાવી ન શકાય તેવો મેસેજ લોકોમાં જાય માટે દંડ ફટકારવામાં આવ્યો છે.


અહેવાલ મુજબ, દદલાની અને પૂનાવાલાની હરિયાણા પોલીસે ઓગસ્ટ 2016માં તરુણ સાગર સામે આપત્તિજનક ટિપ્પણી કરવાના મામલે ધરપકડ કરી હતી. જેની સામે તઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, જ્યાંથી તેમને હાઇકોર્ટમાં જવાનું કહેવામાં આવ્યું હતું. 2016માં વિશાલે ધાર્મિક ભાવના દુભાવતા ટ્વિટ્સ ડિલિટ કરી દીધા હતા.

વિશાલે આ માટે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર માફી પણ માંગી હતી. વિશાલે ટ્વિટ કર્યું હતું કે, મને લાગતું હતું કે મેં મારા જૈન મિત્રો અને અરવિંદ કેજરીવાલ તથા સત્યેન્દ્ર જૈનની ભાવનાને ઠેસ પહોંચાડી છે. હું  ફરી એક વાર જૈન સમુદાયની માફી માંગુ છું. હું એક નિવેદન પણ કરું છું કે, દેશના ભલા માટે રાજનીતિમાં ધર્મનું સમર્થન ન કરો.

હોટ અંદાજમાં સનબાથ લેતી જોવા મળી એક્ટ્રેસ એવલિન શર્મા, જુઓ તસવીરો

બુરખા વિવાદ પર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું- ‘પ્રતિબંધ લગાવવો જ જોઈએ, વિદેશોમાં નિર્વસ્ત્ર કરી દે છે’