સોશિયલ મીડિયા પર રાધિકા આપ્ટેએ બે ફોટો શેર કર્યાં છે. આ ફોટોમાં તે માટીથી લથપથ અને બેહાલ જોવા મળી રહી છે. તેના હાથમાં ગન પણ જોવા મળે છે. આ તસવીર જોઇને ફેન્સ એ જાણવા માંગે છે કે, રાધિકા આપ્ટેને શું થયું છે.

વેબ સીરિઝ ઘોલની બીજી સિઝન આવી રહી છે. આ સિઝનમાં  રાધિકા આપ્ટે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ડાયરેક્ટર પ્રતીક ગ્રાહમે તેમની વેબ સીરિઝ વિશે વાત કરતા હિંટ આપી છે. રાધિકા સેકેન્ડ સીરિઝમાં આ લૂકમાં જોવા મળશે. જો કે રાધિકાનું આ લૂક ખૂબ સ્ટનિંગ લાગે છે.

એક્ટ્રેસ રાધિકાએ માટીથી લથપથ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેમાં તેના હાથમાં ગન પણ જોવા મળે છે. ફોટોને જોતા એવું લાગે છે કે, તે કોઇ સિક્રેટ મિશન પર જઇ રહી છે. તેમણે ફોટો કેપ્શનમાં લખ્યું છે. “ધ ફેબ્યુલેસ... હૈશટેગ ટાઇમ ટ્રાવેલ હૈશટેગ ઘોલ”


2018માં રીલિઝ થઇ રહી પહેલી સિઝન

ઘોલની પહેલી સિઝન લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. ગ્રાહમે અરબી પૌરાણિક કહાણીથી પ્રેરિત થઇને ઘોલનું નિર્દેશન કર્યું છે. 2018ની પહેલી સિરિઝમાં રાધિકાએ માનવ કોલની ભૂમિકા નિભાવી હતી. જો કે રાધિકાના આ લૂક પરથી અંદાજ લગાવી શકાય છે કે, ઘોલની સિઝન ટૂમાં શું જોવા મળશે