એન્ડરસને એક જ ઓવરમાં પલ્ટી બાજી
ભારતીય ટીમ 420 રનના લક્ષ્યાંકનો પીછો કરતી હતી ત્યારે એન્ડરસને શુભમન ગિલ (50 રન) અને અજિંક્ય રહાણે (0 રન)ની વિકેટ ઝડપીને બાજી પલ્ટી હતી. ભારતે ટૂંક ગાળામાં ચાર વિકેટ ગુમાવતાં સ્કોર 92 રન પર 2 વિકેટથી 117 રન પર 6 વિકેટ થઈ ગયો હતો. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં જેક લીચે 76 રનમાં 4, એન્ડરસને 17 રનમાં 3 વિકેટ લીધી હતી. આર્ચર, બેસ અને સ્ટોક્સને 1-1 સફળતા મળી હતી.
પાકિસ્તાન સામે હાર્યુ હતું ભારત
છેલ્લા 22 વર્ષમાં ચેન્નાઇમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી હાર છે. આ પહેલા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 1999 માં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી ભારત આ મેદાન પર એક પણ ટેસ્ટ હાર્યો ન હતો.