સાઉથના જાણીતા એક્ટરે એવું તે શું કર્યું કે આ હોટ એક્ટ્રેસે ચોડી દીધો તમાચો
જણાવી દઈએ કે રાધિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાના ફેન્સની સાથે ફોટો-વીડિયો શેર કરતી રહે છે. પાછલા દિવસોમાં તે એક તસવીરના કારણે ચર્ચામાં આવી ગઈ હતી જેમાં તે દરિયા કિનારે બિકિની પહેરીને હાથમાં બિયરનો ગ્લાસ પકડેલી દેખાઈ. આ તસવીરમાં તેની સાથે તેનો એક વિદેશી ફ્રેન્ડ પણ દેખાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાધિકાએ આપ્ટેએ કહ્યું, “સેટ પર મારો પહેલો દિવસ હતો અને જાણીતા એક્ટરે મારા પગ પર ગલીપચી કરવાનું શરૂ કર્યું. હું આશ્ચર્યમાં પડી ગઈ કારણ કે અમે પહેલા ક્યારેય નહોતા મળ્યા અને મે તે જ સમયે તેને તમાચો ચોડી દીધો.”
હાલમાં જ રાધિકા આપ્ટે નેહા ધૂપિયાના ચેટ શોમાં પહોંચી હતી. અહીં તેણે પોતાની સાથે થયેલ એક એપ્રિય અનુભવ શેર કર્યો. આ ત્યારની વાત છે જ્યારે તે તમિલ ફિલ્મમાં કામ કરતી હતી.
નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા જ રિલીઝ થયેલ બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેની ફિલ્મ પેડમેનને ખૂબ પસંદ કરવામાં આવી હતી. દર્શકોની સાથે સાથે વિવેચકોએ પણ તેની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, ફિલ્મમાં પ્રથમ વખત બિલકુલ અલગ અંદાજમાં જોવા મળેલ રાધિકા આપ્ટેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.
આ ફોટ સામે આવ્યા પછી તેને ઘણાં લોકોએ નિશાના પર લીધી હતી. જ્યારે કેટલાક લોકોએ સારી કમેન્ટ્સ પણ કરી હતી. તો કેટલાક તેના પર વાંધાજનક કમેન્ટ કરી હતી અને સારા કપડાં પહેરવાની સલાહ પણ આપી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -