પેડમેનની એક્ટ્રેસ આ કારણે થઈ ટ્રોલ, જાણો શું છે મામલો
તસવીરને લઇ કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. અમુક લોકોએ તેને યોગ્ય રીતે કપડા પહેરવાની સલાહ આપી છે તો ઘણા લોકોએ તેના ફ્રેન્ડ અંગે પણ કમેન્ટ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે ફરી એક વખત સમાચારમાં છે, પરંતુ આ વખતે તેની ચર્ચાનું કારણ ફિલ્મ નહીં પરંતુ એક તસવીર છે. ફિલ્મ પેડમેનમાં તેના રોલ દ્વારા પ્રશંસા મેળવનારી અભિનેત્રી તેની એક તસવીરને લઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
પેડમેન ફિલ્મમાં રાધિકાએ અક્ષય કુમારની પત્નીનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મમાં તેનો રોલ દર્શકોને ઘણો પસંદ આવ્યો હતો.
રાધિકા ટૂંક સમયમાં જ સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટાર વેબ સીરિઝમાં નજરે પડશે.
પેડમેનની સફળતા બાદ રાધિકા આપ્ટે હાલ ગોવામાં છે. તેણે ખુદ આ વાતની જાણકારી આપી છે.
આ તસવીરમાં રાધિકા આપ્ટે બિકિનીમાં નજરે પડે છે. તે તેના એક ફ્રેન્ડ સાથે દરિયા કિનારે બેઠી છે અને હાથમાં બીયરનો ગ્લાસ પકક્યો છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -