આ ફિલ્મ માટે શ્રીદેવીને મળી હતી સુપરસ્ટાર રજનીકાંત કરતા વધારે ફી, જાણો
શ્રીદેવીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે કમલ હાસનને 30 હજાર, રજનીકાંતને 2 હજાર અને તેને 5 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સમયે રજનીકાંત અને શ્રીદેવી બંને નવા કલાકાર હતા જ્યારે કમલ હાસન ખૂબ જાણીતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાર દાયકાઓ સુધી સિલ્વર સ્ક્રીન પર રાજ કરનારી શ્રીદેવીએ હાલમાં જ મોમ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ પહેલા તેમણે ઈંગ્લિશ વિંગ્લિશ ફિલ્મથી બોલીવુડમાં કમબેક કર્યું હતું. શ્રીદેવી સાથે ખુદા ગવાહ, મિસ્ટર ઈન્ડિયા અને ચાંદની જેવી સુપરહિટ ફિલ્મોના નામ પણ જોડાયેલા છે.
ઈગ્લિશ વિંગ્લિશની રિલીઝ બાદ શ્રીદેવી ફેમસ એક્ટર પ્રકાશ રાજના શો માં ગઈ હતી જ્યાં શ્રીદેવીએ જણાવ્યું કે અભિનેત્રી તરીકે 1976માં આવેલી તેની પ્રથમ ફિલ્મ 'મોન્દ્રૂ મુદિચૂ'માં તેને રજનીકાંત કરતા વધારે ફી મળી હતી.
મુંબઈ: બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે રાત્રે દુબઈમાં 54 વર્ષની ઉંમર નિધન થયું હતું. શ્રીદેવીના મોત અંગે સૌથી મોટો ખુલાસો થયો છે દુબઈની હોટલના બાથટબમાં ડૂબી જવાના કારણે તેમનું મોત થયું હોવાનુ સામે આવ્યું છે. એક પારિવારીક લગ્નમાં ભાગ લેવા માટે શ્રીદેવી દુબઈ ગયા હતા. શ્રીદેવી સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી રહી છે જેમાં તેમની પ્રથમ ફિલ્મ માટે મળેલી ફી પણ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -