તારીખ 22 જુલાઈના રોજ એક્ટર રાહુલ બોઝે ટ્વિટર પર આ વિડીયો શેર કર્યો કે જેમાં તેણે કેપ્શનમાં લખ્યું કે તમારે ભરોસો કરવા માટે આ જોવું પડશે. કોણ કહે છે કે ફળ તમારા માટે નુક્સાનકારક નથી? આ ટ્વિટ સાથે તેણે જેડબ્લ્યૂ મેરિયેટ ચંદીગઢને પણ ટેગ કરી.
બોલિવૂડ એક્ટર રાહુલ બોઝ આ વિડીયોમાં જણાવે છે કે આ વિડીયોને હું ચંદીગઢમાં શૂટ કરી રહ્યો છું. અહીં જિમમાં કસરત કર્યા બાદ મેં બે કેળાંનો ઓર્ડર આપ્યો. હવે તમે આ બે કેળાંનું બિલ જુઓ. વીડિયોમાં જે બિલ બતાવવામાં આવ્યું છે તે 442 રૂપિયાનું છે. જે ખરેખર હેરાન કરી મૂકે એવું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સે કહ્યું કે, આ કેળામાં સેલિબ્રિટી ટેગ લાગી ગયું છે. જેના કારણે તેની કિંમતમાં આટલી થઈ ગઈ છે.