વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત પહેલા ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે પણ ધોની સાથે તેના ભવિષ્યની યોજનાઓ ઉપર વાતચીત કરી હતી. આ બેઠકમાં એમએસકે પ્રસાદે ધોનીને કહી દીધું હતું કે ભવિષ્યમાં ટીમ ઇન્ડિયાનો પ્રથમ વિકેટકીપર રિષભ પંત હશે. જોકે પ્રસાદે ધોની પર નિવૃત્તીને લઈને કોઈ દબાણ બનાવ્યું ન હતું.
DNAએ કોહલીના નજીકના સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, વિરાટ કોહલીએ ધોનીને નિવૃત્તિ ન લેવા માટે કહ્યું હતું. વિરાટના મતે ધોની હજુ પણ ફીટ છે અને તે આગામી વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડ કપ સુધી રમી શકે છે. વિરાટ કોહલી ઈચ્છે છે કે ધોની પંતની રમતમાં સુધારો લાવો અને તેને શાનદાર ખેલાડી બનાવે.
આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે, ધોનીને ટી-20 વર્લ્ડ કપ સુધી રમાડવાનો નિર્ણય મેન્ટોર તરીકે તેની સેવાઓ લેવાનો છે. જો પંત ઈજાગ્રસ્ત થાય તો તેનો વિકલ્પ કોણ બને અને હાલમાં ભારતમાં ધોનીની કક્ષાનો બીજો કોઈ વિકેટકિપર નથી.