પ્રો મ્યૂઝિક કાઉન્ટડાઉનની સાથે ઇન્ટરવ્યૂમાં રાહુલ દેવે આ મામલે વાત કરી. તેણે કહ્યું, અમારી બન્નેની વચ્ચે 14 વર્ષનું અંતર છે અને તેનાથી મને શરૂઆતમાં થોડી પરેશાની થઈ પરંતુ મને અનુભવ થયો કે મારા માતા-પિતાની વચ્ચે 10 વર્ષનું અંતર હતું. તો જોવા જીએ તો આ આ એટલું મોટું અંતર નથી. આમ તો, મારું માનવું છે કે, જ્યાં સુધી તમે ખુશ છો, તમારી ઉંમરનું અંતર ખાસ મહત્ત્વ નથી રાખતું. રાહુલે જણાવ્યું કે, તે બન્ને એક ફ્રેન્ડના લગ્નમાં મળ્યા હતા અને બન્ને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. ત્યાર બાદથી જ બન્નેના સંબંધ ગાઢ બન્યાય. જણાવીએ કે, રાહુલની પ્રથમ પત્ની રીનાનું કેન્સરથી 2009માં મોત થયું હતું. રાહુલ અને મુગ્ધાની મુલાકાત વર્ષ 2013માં થઈ હતી.
વર્કફ્રેન્ટની વાત કરીએ તો રાહુલ દેવે વર્ષ 2017માં ફિલ્મ મુબારકાંમાં કામ કર્યું હતું. આ ફિલ્મને અનીસ બજ્મીએ ડાયરેક્ટ કરી હતી અને ફિલ્મમાં અનિલ કપૂર, અર્જુન કપૂર, ઈલિયાના ડિક્રૂજ અને આથિયા શેટ્ટી જેવા સ્ટાર જોવા મળ્યા હતા. જ્યારે મુગ્ધા ગોડસેએ ફિલ્મ ‘શર્મા જી ગી લગ ગઈ’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં શર્મન જોશી, વિક્રમ સિંહ, બિદિતા બેગ, માહી સોની, મુગ્ધા ગોડસે, જરીના વહાબ અને શિશિર શર્મા જેવા સ્ટાર જોવા મળ્યા હતા.