મુંબઈઃ બોલિવૂડ એક્ટર અક્ષય ખન્નાના નાના  ભાઈ રાહુલ ખન્નાની ગણતરી બોલિવૂડના ચોકલેટ બોય તરીકે થાય છે. રાહુલ ખન્નાની ફેન ફોલોઇંગ પણ ઘણીબધી છે. રાહુલ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ સાથે પોતાના અંદાજમાં તસવીરો શેર કરતાં રહે છે. આ વખતે ફરી રાહુલ ખન્નાએ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીર ફેન્સની સાથે શેર કરી છે જે આગની જેમ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સથી લઈને સેલેબ્સ બધા આ તસવીરને લઈને કમેન્ટ કરી રહ્યા છે.


રાહુલ ખન્નાએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પર એક બાથરોબમાં અરીસા સામે ઉભા પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં રાહુલ સેમી ન્યૂડ અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેની આ પોસ્ટ પર મલાઈકાક અરોરા, કરણ જોહર, પૂજા ઢીંગરા, સિકંદર ખેર અને અનેક ફેન્સે રસપ્રદ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રાહુલની આ તસવીર જોઈને બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. જોકે, આ પહેલા અનેક બોલિવૂડ સેલેબ્સે આ અંદાજમાં તસવીરે શેર કરી છે. પૂજા ડિંગરાએ રાહુલની આ તસવીર પર કમેન્ટ કરતાં લખ્યું ‘શું તમે ઇન્ટરનેટને બ્રેક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે?"



રસપ્રદ વાત એ છે કે, મલાઈકા અરોરાપની કમેન્ટ કરી અને તે પણ વાયરલ થઈ રહી છે. મલાઈકાએ કમેન્ટ કરતાં લખ્યું, "@poojadhingra મને લાગે છે કે તે અરીસાને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે.’ મલાઈના આ કમેન્ટની હવે ખૂબ ચર્ચા થઈ રહી છે.

જણાવી દઈએ કે રાહુલ ખન્ના નિર્દેશક દીપા મહેતાની ફિલ્મ બોલિવૂડની સફર ‘1947 અર્થ’ થી શરૂ કરી હતી. આ સિવાય તે ‘દિલ કબડ્ડી’, ‘લવ આજ કાલ’, ‘વેક અપ સિડ’ અને ‘ડર ફાઇલો’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.