નવી દિલ્હીઃ રામ મંદિરનું નિર્માણ 2 એપ્રિલ (રામનવમીના દિવસે) એટલે કે 26 એપ્રિલ (અખાત્રીજ)ના દિવસથી શરૂ કરવામાં આવશે. સૂત્રો અનુસાર અયોદ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય આ વર્ષે, રામનવમી અથવા અખાત્રીજના દિવસથી શરૂ થઈ શકે છે. જોકે આ મામલે અંતિમ નિર્ણય ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં લેવામાં આવશે.


2 મહિનાની અંદર શરૂ થશે રામ મંદિર નિર્માણ કાર્ય

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યએ એબીપીને જણાવ્યું કે 2 મહિનાની અંદર જ રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. તેના માટે જે સૌથી વધારે શુભ તારીખ છે તે 2 એપ્રિલ છે. આ દિવસે રામનવમી  છે અને ભગવાન શ્રીરામનો જન્મ એ જ દિવસે થયો હતો. રામનવમી સૌથી મહત્ત્વપૂર્ણ હિંદૂ તહેવારમાંથી એક છે. દર વર્ષે આ દિવસે ભગવાન શ્રી રમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર ત્રેતા યુગમાં રાવણના અત્યાચારોને સમાપ્ત કરવા અને ધર્મની પુનર્સ્થાપના માટે  ભગવાન વિષ્ણુએ પૃથ્વી લોકમાં શ્રી રામ તરીકે અવતાર લીધો હતો.

રામ મંદિર નિર્માણ માટે બીજી મહત્ત્વપૂર્ણ તારીખ 26 એપ્રિલ છે. આ દિવસે અખાત્રીજ છે. પુરાણો અનુસાર આ દિવસે જે કાર્ય પણ કરવામાં આવે તેનો ફળ સારું જ મળે છે અને અનેક જન્મો સુધી તેનો લાભ મળે છે.

મંદિર બનાવવામાં લાગશે 2 વર્ષ

ટ્રસ્ટ સાથે જોડાયેલ એક સભ્યએ એબીપીને જણાવ્યું કે, આ વર્ષે એપ્રિલમાં શરૂ થનાર રામ મંદિરના નિર્માણ કાર્યને 2 વર્ષની અંદર પૂરું કરી લેશે. તમને જણાવીએ કે, 6 ફેબ્રુઆરીએ સંસદમાં પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ નામથી રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત કરી હતી. આ ટ્રસ્ટમાં કુલ 15 સભ્ય છે. જેમાંથી ત્રણ સભ્યો ટ્રસ્ટના સભ્યો દ્વારા નામિત કરવામાં આવશે અને બે સભ્યો કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી નામિત કરવામાં આવશે. રામ મંદિર નિર્માણ માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર માટે આ ટ્રસ્ટને સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યા છે.