નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના સ્પિનર મેથ્યૂ પાર્કિન્સને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ દોની વિશે આપત્તિજનક ટ્વીટ કર્યું હતું. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા રહ્યા છે. ઇન્ટરનેશનલ વનડેમાં ઇંગ્લને્ડ માટે 174મી ખેલાડી તરીકે ડેબ્યૂ કરનાર મેથ્યૂ પાર્કિન્સને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ મેચમાં સારું પ્રદર્શન નથી કર્યું.


તેણે 48 રન આપીને પણ એક પણ વિકેટ લીધી ન હતી. મેચ પહેલા હાલમાં જ તેણે વિરાટ કોહલી અને ધોનીને લઈને અનેક આપત્તિજનક ટ્વીટ કર્યા હતા. વિરાટ અને ધોની ફેન્સે  મેટ પાર્કિસનના ખરાબ પ્રદર્શન પર તેને ટ્રોલ કર્યો. જણાવીએ કે, મેથ્યૂ પાર્કિન્સને હાલમાં જ રવીન્દ્ર જાડેજા વિશે પણ ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં તેણે કહ્યું હતું કે રવિન્દ્ર જાડેજાને બેટિંગ કરતા નથી આવડતી. જોકે ભારતીય ફેન્સના ગુસ્સા અને નેશનલ ટીમમાં કમબેક થયા બાદ તેણે પોતાના આ ટ્વીટ ડિલીટ કરી નાખ્યા.



ઈંગ્લિશ બોલર 23 વર્ષના મેથ્યૂ પાર્કિન્સને પાછલા વર્ષે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે ટી-20 મેચથી ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. આ બાદ તેણે હાલ સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ત્રણ મેચોની વન-ડે સીરિઝની પહેલી મેચથી વન-ડેમાં ક્રિકેટ ડેબ્યૂ કર્યું.



પહેલી જ ડેબ્યૂ મેચમાં ફ્લોપ રહેતા પાર્કિસન ભારતીય ફેન્સના નિશાને આવી ગયો હતો. તે પાછલા ઘણા વર્ષોથી કેટલાક ખેલાડીઓ વિશે ખરાબ બોલી રહ્યો હતો. હવે ભારતીય ફેન્સના ગુસ્સાને જોતા તેણે કોહલી અને ધોની માટે કરેલા ટ્વીટને ડિલીટ કરી નાખી.