મુંબઇઃ જાણીતા બિઝનેસમેન અને બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે તેની પહેલી પત્ની કવિતાનુ તેની બહેનના પતિ એટલે કે જીજાની સાથે અફેર હતુ, અને આ કારણે તેને બન્નેને અલગ થવાનુ અને તલાકનુ કારણ બતાવ્યુ. કરણ કુન્દ્રાએ આ ઇન્ટરવ્યૂમાં કેટલાય ચોંકવનારા ખુલાસા કર્યા છે.  


કુન્દ્રાએ પિન્કવિલાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું- હું, મારા પિતા, મારી માતા અને બહેન અમે બધા એક ઘમાં સાથે રહી રહ્યાં હતા. મારા જીજા પણ તે ઘરમાં રહેતા હતા, જે ભારતથી યુકેમાં પગ જમાવવા માટે આવ્યા હતા. તે (તેમની પહેલી પત્ની) મારા જીજાને ખુબ પસંદ કરતી હતી, અને જ્યારે પણ હું બિઝનેસન સિલસિલામાં બહાર જતો હતો, તે તેના સાથે વધુ સમય વિતાવતી હતી. મારા પરિવારના કેટલાક સભ્યો અને એટલે સુધી કે મારા ડ્રાઇવરને પણ લાગ્યુ કે કંઇક ચાલી રહ્યું છે, પરંતુ મે ક્યારેય માન્યુ નહીં. મેં ક્યારેય તેના પર શક ના કર્યો. તે આગળ કહે છે - મારી પત્ની અને મારા જીજા વંશ બન્ને હંમેશા બહાર જતા હતા, એક જ રૂમમાં બેસી રહેતા હતા વગેરે. મને લાગ્યુ કે આ બધાની મારી બહેનને શક થવા લાગ્યુ હશે. ઉલ્લેખનીય છે કે કુન્દ્રા તરફથી આ આરોપ કવિતાનુ એક જુનુ ઇન્ટરવ્યૂ વાયરલ થયા બાદ આવ્યુ છે, જ્યાં તે શિલ્પા શેટ્ટી પર તેના લગ્ન તોડવાનો આરોપ લગાવતી દેખાઇ રહી છે.


રાજ કુન્દ્રાનુ કહેવુ છે કે તે પોતાની પહેલી પ્તની કવિતા તરફથી મળેલા ધોખાને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકે, કેમકે તેની જ નહીં, પરંતુ તેની બહેનની પણ જિંદગી પણ આખી બદલાઇ ગઇ હતી. રાજ કુન્દ્રા જણાવે છે કે મારી બહેન અને તેના પતિ વંશ જલ્દી જ ભારત પરત આવ્યા કેમકે ત્યાં એક ઘરમાં રહેવુ કન્ફર્ટેબલ ન હતુ, મારા એક્સ જીજા અને એક્સ વાઇફ એક સાથે કલાકો સુધી રહેવુ, એક સાથે બેસવુ-ઉઠવુ ઘરના બધા જ લોકોને ખટકી રહ્યું હતુ. આ પછી વંશ અને મારી બહેનના ગયા બાદ મને જાણવા મળ્યુ કે કવિતા પ્રેગનન્ટ છે. હું બહુજ ખુશ હતો.


તેમને આગળ જણાવ્યુ- બાળકની ડિલીવરી બાદ કવિતા વિચિત્ર હરકત કરવા લાગી, તે બાથરૂમમાં નહાવા માટે જતી અને ખુબ સમય બાદ બહાર નીકળતી. અમને લાગ્યુ કદાચ ડિલીવરીના કારણે થતુ હશે. પછી એક દિવસ રડતા રડતા મારી બહેનનો ફોન આવ્યો. તેને જણાવ્યુ કે તેના પતિની પાસેથી તેને એક બીજો ફોન મળ્યો છે, જેના પર લંડનના નંબર પરથી કેટલાય લવી-ડવી મેસેજીસ આવ્યા છે. આ પછી મે તે નંબર લીધો. આની તપાસ કરાવી કે કયા ટાવરની નજીક છે. જાણવા મળ્યુ કે આ નંબર મારા ઘરના ટાવરની નજીક જ છે. આ પછી મારા હોશ ઉડી ગયા. મે બાથરૂમમાં ચેક કર્યુ તો જાણવા મળ્યુ કે કવિતાના કપડાંના બૉક્સમાં એક બીજો ફોન હતો, અને આ મેસેજીસ આ નંબર પરથી જ કરવામાં આવ્યા હતા.