નવી દિલ્હીઃ સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેને ટીવી એકટ્રેસ ટારુ અસોપા સાથે જૂન 2019માં લગ્ન કર્યા હા. કપલે પરિવારની હાજરીમાં બે વખતલગ્ન કર્યા હતા. પ્રથમ વખત ચારુ અને રાજીવે 7 જૂનના રોજ કોર્ટ મેરેજ કર્યા અને બાદમાં 16 જૂનના રોજ ગોવામાં રાજીવ સેન અને ચારુ અસોપાએ હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. બીજા લગ્ન બાદ કપલ હનીમૂન પર રવાના થઈ ગયું હતું અને ત્યારથી અત્યાર સુધી રાજીવ સેન, ચારુ અસોપા હોલિડે પર જ છે. બન્ને અંદાજે અઢી મહિનાથી જુદા જુદા સ્થળ પર હનીમૂન એન્જોય કરી રહ્યા છે.


કપલ પહેલા થાઈલેન્ડમાં હનીમૂન એન્જોય કર્યું અને હાલ તેઓ યૂરોપમાં હનીમૂન માણી રહ્યા છે. ત્યારબાદ સ્પેનમાં પણ હાથોમાં હાથ નાખી ફરતા જોવા મળી રહ્યા છે. તેઓ સતત ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો ફેન્સ માટે શેર કરતાં રહે છે. હાલમાં તેમણે ફરીથી નવી તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં ફરી એકવાર રોમાન્ટિક અંદાજમાં જોવા મળ્યા. રાજીવ સેન અને ચારુ અસોપા કેટલીક તસવીરોમાં ક્રૂઝ પર સનસેટનો ખુબસુરત નજારો જોતા જોવા મળ્યા તો કેટલાક તસવીરોમાં એકબીજાને કિસ કરતાં જોવા મળ્યા. પરંતુ હવે ફેન્સે પણ કોમેન્ટોનો મારો કર્યો છે. કોઈએ તો એ હદે અભદ્ર કોમેન્ટ કરી કે ન પુછો વાત, તો કોઈએ લખ્યું કે કંઈક હદ હોય.