રજનીકાંતની ફિલ્મ ‘દરબાર’નું મોશન પોસ્ટર રિલીઝ, સલમાને કહ્યું- એકમાત્ર સુપરસ્ટાર
abpasmita.in | 08 Nov 2019 10:34 PM (IST)
સુપરસ્ટાર રજનીકાંતની અપકમિંગ ફિલ્મનું મોશન પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરને સલમાન ખાન અને સુપરસ્ટાર કમલ હાસને પણ શરે કર્યું છે.
મુંબઈ: સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મની રાહ માત્ર તેમના કરોડો ફેન્સ જ નહીં પણ ઇન્ડસ્ટ્રીમાં તેમના સાથી પણ રજનીકાંતને પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ છે. આ જ કારણ છે કે તેની ઉંમરની સાથે લોકપ્રિયતા વધુને વધુ વધી રહી છે. હાલમાં રજનીકાંતની અપકમિંક ફિલ્મ દરબારને લઈન ચર્ચા ચાલી રહી છે. ફિલ્મનું મોશન પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં તેનો અલગ જ અંદાજ જોવા મળે છે. આ પોસ્ટરને બૉલિવૂડના ભાઈજાન સલમાન ખાન અને સુપરસ્ટાર કમલ હાસને પણ શરે કર્યું છે. સલમાને મોશન પોસ્ટર શેર કરતા પોતાના ટ્વિટર હેન્ડલ પર રજનીકાંતને એકમાત્ર સુપરસ્ટાર ગણાવ્યો છે. તેમણે લખ્યું કે “એકમાત્ર સુપરસ્ટારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ‘રનજી ગુરુ આખા મોશનમાં’” આ ફિલ્મ એક જબરજસ્ત એક્શન ફિલ્મ હશે. જેમાં રજનીકાંત ડબલ રોલમાં નજર આવશે. એક પાત્ર પોલીસની ભૂમિકામાં છે જ્યારે બીજુ એક સમાજસેવકનું પાત્ર ભજવી રહ્યાં છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલિઝ થશે.