ફિલ્મ દિવાળીના બે દિવસ પહેલા 28 ઓક્ટોબરના દિવસે રિલીઝ થઈ રહી છે. ભટ્ટે ગાયક અને રાજનેતા બાબૂલ સુપ્રિયો સાથે ફિલ્મને સુરક્ષિત રીતે રજૂ કરવા માટે રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન હોવાના કારણે ફિલ્મને રિલીઝ નહી કરવાની ચેતાવણી આપી છે. MNS એ આ વિરોધ ઉરી હુમલા બાદ કર્યો હતો, જેમાં ભારતીય સેનાના 19 જવાન શહીદ થયા હતા. ભારતે તેનો આરોપ પાકિસ્તાની આતંકવાદીઓ પર લગાવ્યો છે રાજનાથ સિંહ સાથેની મુલાકાત બાદ ભટ્ટે સંવાદદાતોઓને જણાવ્યુ કે અમે મનોરંજન કરનારા છીએ. અમે કલાકારો સાથે દિલચસ્પી રાખીએ છીએ, ભલે તેઓ પાકિસ્તાન, ચીન કે આફ્રીકા સાથે સંબંધો રાખતા હોય. આ પહેલા ભટ્ટે ‘એ દિલ હે મુશ્કિલ’ ને રિલીઝ કરનારા થીયેટરોની સુરક્ષા માટે મુંબઈ પોલીસના પ્રતિનીધીઓ સાથે મુલાકાત કરી હતી.
ગૃહમંત્રી રાજનાથ સિંહે ફિલ્મ ‘ એ દિલ હૈ મુશ્કિલ’ ની રિલીઝને આપ્યું સમર્થન
abpasmita.in | 20 Oct 2016 05:44 PM (IST)