ફિલ્મ ‘પેડમેન’ના કારણે લંબાઈ ‘2.0’ની રિલીઝ ડેટ, હવે આ તારીખે થશે રિલીઝ
આજે એક પોસ્ટર રીલિઝ કરીને અક્ષયે ખુલાસો પણ કર્યો હતો કે પેડમેન ગણતંત્ર દિવસના દિવસે રીલિઝ થવાની છે.‘પેડમેન’ની વાત કરવામાં આવે તો પ્રોડ્યુસર તરીકે ટ્વિંકલ ખન્નાની પહેલી ફિલ્મ છે. જેને આર.બલ્કીએ લખી તેમજ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સોનમ કપૂર સાથે રાધિકા આપ્ટે પણ મહત્વના રોલમાં જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ 2.0 માં રજનીકાંત, એમી જેક્સન અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે.
જ્યારે ‘2.0’ એક મહત્વાકાંક્ષી ફિલ્મ છે. જે 2010માં આવેલી ફિલ્મ ‘રોબોટ’ની સીક્વલ છે.
નવી દિલ્લી: રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ 2.0 આવતા વર્ષે ગણતંત્રના દિવસે રિલીઝ થવાની હતી પરંતું જાણકારી અનુસાર તેની રિલીઝ તારીખ આગળ ખસેડવામાં આવી છે. તેનું કારણ છે અક્ષય કુમારની બીજી ફિલ્મ ‘પેડમેન’. આ બંને આવતા વર્ષે એક દિવસે 26મી જાન્યુઆરી પર રિલીઝ થવાની હતી. તેના કારણે હવે 2.0ની રિલીઝ તારીખ આગળ વધારી 13 એપ્રીલે થાય તેવા સમાચાર આવી રહ્યા છે.
‘2.0’ની દર્શકો ઉત્તેજનાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. પણ દર્શકોએ હજુ થોડી રાહ જોવી પડશે. આ ફિલ્મ 26 જાન્યુઆરી 2018ના બદલે 13 એપ્રીલે રિલીઝ થાય તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -