સોમાલિયામાં હોટલ બહાર આતંકી હુમલો, 29 લોકોના મોત
આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન અલ શબાબે લીધી છે. તેના પહેલા પણ 14 ઓક્ટોબરે થયેલા વિસ્ફોટમાં લગભગ 358 લોકના મોત થયા હતા, સોમાલિયાના ઈતિહાસનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. આ હુમલાની જવાબદારી પણ અલ શબાબ સંગઠને લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોગાદિશૂં: સોમાલિયાની રાજધાની મોગાદિશૂના એક પ્રખ્યાત હોટલ બહાર આત્મઘાતી હુમલો થતા 29 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી અનુસાર આ હુમલો રવિવારે થનારી મંત્રિમંડળીની ઉચ્ચતરીય બેઠક પહેલા નાસાહાબ્લોડ 2 હોટલ બહાર શનિવારે રાતે થયો હતો. પોલીસ અનુસાર સુરક્ષાદળો અને હુમલાવરો વચ્ચે ગોળીબારી વચ્ચે હોટલમાંથી સરકારના એક મંત્રી સહિત 30 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ જ સ્થળે આ બીજો વિસ્ફોટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -