આ બે એક્ટ્રેસે સલમાન ખાન પાસે કરી 5 કરોડ રૂપિયાની માગ, કારણ જાણીને ચોંકી જશો
જણાવીએ કે, રેસ-3 15 જૂનના રોજ રિલીઝ થઈ અને આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ 100 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી લીધી છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત બોબી દેઓલ, જૈકલીન, ડેજી શાહ, સાકિબ સલીમ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅર્શીની આ માગ પર રાખી સાવંત પણ પાછળ રહે તેવી ન હતી. તેણે કહ્યું કે, મેં પણ રેસ-3નો પ્રચાર કર્યો છે. મેં લોકોને ફિલ્મ જોવા માટે કહ્યું હતું તો મને પણ રૂપિયા મળવા જોઈએ. સલમાનના સારા અભિનયથી પ્રભાવિત રાખીએ કહ્યું કે, ફિલ્મમાં તે સિલ્વેસ્ટર સ્ટેલોન (હોલિવૂડ અભિનેતા) જેવો દેખાય છે. અર્શીએ કહ્યું કે, તેણે સલમાનને કારણે ફિલ્મજોઈ અને તેના જેવું કોઈ નથી.
મીડિયા અહેવાલ અનુસાર સલમાન ખાનની આ ફિલ્મની કમાણીમાંથી તેની પાસે પાંચ કરોડ રૂપિયાની માગ કરી છે. હાલમાં મુંબઈમાં યોજાયેલા ગોલ્ડ એવોર્ડ્સમાં આ બન્ને એક્ટ્રેસ પહોંચી હતી. અહીં જ્યારે પત્રકારો રેસ-3ના 100 કરોડ ક્લબમાં સામેલ થવા વિશે અર્શીને પૂછ્યું તો તેણે કહ્યું કે, સલમાન ખાને ફિલ્મની કમાણીમાંથી તેને ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયા આપવા જોઈએ.
હાલમાં જ રિલીઝ થયેલ રેસ 3 ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ત્યારે રાખી સાવંત અને અર્શી ખાને સલમાન ખાન પાસે રેસ-3ની કમાણીમાંથી હિસ્સો માગ્યો છે.
નવી દિલ્હીઃ સલમાન ખાન બિગ બોસના સૌથી દમદાર હોસ્ટ ગણાય છે. આ રિયાલિટી શોમાં તેનો કડક અને મજેદાર અંદાજ ફેન્સની સાથે ઘરના કન્ટેસ્ટન્ટને પણ ખૂબ ગમે છે. જોકે આ શોની બે કન્ટેસ્ટન્ટ રાખી સાવંત અને અર્શી ખાને સલમાન પાસે અનોખી માગ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -