મુંબઇઃ બૉલીવુડની સેક્સી એક્ટ્રેસ રાખી સાવંતનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે રડતી રડતી પોતાના પતિ વિશે જણાવી રહી છે. ખરેખરમાં રાખી સાવંતનું નવા સોન્ગ છપ્પન છૂરી રિલીઝ થઇ ગયુ છે. આ ગીતની લૉન્ચ ઇવેન્ટમાં લોકોએ રાખીને ટ્રાન્સપરન્ટ ડ્રેસની મજાક ઉડાવી હતી. આ સમયે રાખીએ એક ટ્રાન્સપરન્ટ ડીપ નેક ગ્લેમરસ ડ્રેસ પહેર્યો હતો.

આ લૉન્ચ ઇવેન્ટમાં રાખી સાવંતે પોતાના ટ્રાન્સપરન્ટ ડ્રેસ સાથે ડાન્સ કર્યો હતો, જેને લઇને ફેન્સે તેનો સોશ્યલ મીડિયામાં ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ.



હવે આ મુદ્દે રાખીએ પોતાનો એક વીડિયો શેર કરીને ટ્રાન્સપરન્ટ ડ્રેસને લઇને વાત કહી છે. રાખીએ રડતાં રડતાં કહ્યું કે, તો પોતાના ટ્રાન્સપરન્ટ ડ્રેસને લઇને ખુબ મુશ્કેલીમાં મુકાઇ હતી. તેને કહ્યું કે મને ન હતી ખબર કે હું ડ્રેસમાં આટલી બધી એક્સપૉઝિંગ થઇશ.



રાખી રડતાં રડતાં બોલી, હું આવુ ન હતી કરવા માંગતી પણ મારા પતિ મને સમજતા નથી. મારી જિંદગી ખતમ થઇ ગઇ છે. હું ખુબ જ પરેશાન છું.