દુનિયાની બધી સ્ત્રીઓ પુરૂષોને સન્ની લીયોની જેટલું સુખ આપેઃ મહિલા દિને આ ટ્વિટ કરી કોણે સર્જ્યો વિવાદ?
રામગોપાલ વર્માએ સાથે જ મહિલાઓને એ પણ કહ્યું કે, આ દિવસે ઓછો ગુસ્સો અને રાડો ઓછી પાડવી જોઈએ અને પુરુષોને આઝાદી આપવી જોઈએ. જણાવીએ કે રામગોપાલ વર્મા હાલમાં અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ સરકાર-3ની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે ટ્વીટ કર્યું હતું કે, શું એટલા માટે પુરુષ દિવસ મનાવવામાં નથી આવતો કારણ કે વર્ષના તમામ દિવસ પુરુષો માટે હોય છે અને મહિલાઓ માટે બસ એક જ દિવસ છોડવામાં આવ્યો છે? ત્યાર બાદ તેમણે લખ્યું કે, મહિલા દિવસને પુરુષ દિવસ કહેવો જોઈએ, કારણ કે પુરુષ મહિલાઓને આટલી સેલિબ્રેટ કરે છે જેટલી મહિલાઓ મહિલાઓને સેલિબ્રેટ નથી કરતી.
ત્યાર બાદ ટ્વીટ કરીને તેમણે લખ્યું કે, સની લિયોનાનીના હજારો ફેન તેની સુંદરાને કારણે નહીં પરંતુ તે તેની મહાનતા છે કે જે તેને સૌથી આગળ કરે છે. આ પહેલા પણ રામગોપાલ વર્માએ મહિલાઓ વિરૂદ્ધ અનેક ટ્વીટ કર્યા છે.
રામગોપાલ વર્માના આ ટ્વીટ બાદ લોકોએ ટ્વીટર પર તેમના પર ખૂબ ગુસ્સો ઠાલવ્યો. લોકોની પ્રતિક્રિયા પર રામગોપાલે તે અંગે ખુલાસો કરવો પડ્યો. બાદમાં તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, મારા ટ્વીટ વિશે અને ખોટી વાતો કરવામાં આવી રહી છે જે આડંબર દર્શાવે છે. તેની (સની લિયોની)ની પાસે અન્ય મહિલાઓ કરતાં વધારે ઇમાનદારી અને સેલ્ફ રિસ્પેક્ટ છે.
બોલીવુડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર રામગોપાલ વર્માએ બુધવારે મહિલા દિવસના અવસર પર એક વિવાદિત ટ્વીટ કર્યું. તેમણે લખ્યું કે, હું ઈચ્છું છું કે વિશ્વની દરેક મહિલા પુરુષોને એટવું જ સુખ આપે, જેટલું સની લિયોની આપે છે. તેમના આ ટ્વીટ બાદ ગોવામાં તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, આ કેસ સામાજિક કાર્યકર વિશાખા મહામ્બરેએ નોંધાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -