સુરત બિટકોઈન કૌભાંડ મામલે અમરેલીમાં દરોડા, ક્યા 9 પોલીસ સામે નોંધાઇ ફરિયાદ
સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ પાસેથી સીબીઆઈના પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ નાયરે રૂ. 5 કરોડનો તોડ કર્યો હોવાની ઘટના ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચતા સીઆઈડી ક્રાઇમને તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીઃ સુરતના બિટકોઈન કૌભાંડ મામલે આજે સીઆઈડી ક્રાઇમે અમરેલીમાં દરોડા પાડ્યા હતા. સર્ચ ઓપરેશનમાં અમદાવાદ અને ગાંધીનગર પોલીસની ટીમો જોડાઈ હતી. આ અંગે આજે CID ક્રાઇમના DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
બિલ્ડર શૈલેશ ભટ્ટનું નિધિ પેટ્રોલ પંપ પરથી અપહરણ થયું હોવાના પ્રાથમિક પુરાવા મળ્યા બાદ નિધિ પેટ્રોલપંપના સ્ટાફ અને સંચાલક, કેશવ ફાર્મના માલિક સહિત 20 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. અપહરણના દિવસે નિધિ પેટ્રોપ પંપ અને કેશવબાગ ફાર્મ પર પોલીસકર્મીઓના શંકાસ્પદ લોકેશન પણ મળી આવ્યા હતા.
જેમાં તેમણે જણાવ્યું કે, સુરત બિટકોઈન કૌભાંડ મામલે અમરેલી એલસીબી પીઆઈ સહિત નવ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પીઆઈ અનંત પટેલ અને 8 કોન્સ્ટેબલ સામે ખંડણી, ગોંધી રાખવાનો, અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -