પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માના મોત પર પ્રતિક્રિયા આપતા તેમણે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટવિટ કરીને કહ્યું કે,


‘રામસ્વરૂપ શર્મા એક સમર્પિત નેતા હતા. તેમના અસામયિક અને દુર્ભાગ્યપૂર્ણ નિધનથી દુ:ખી છુ’ શર્માજીનું શબ દિલ્લીના તેમના નિવાસ સ્થાનેથી ફંદાથી લટકતું મળ્યું સાંસદનું નિવાસસ્થાન આરએમએલ હોસ્પિટલની નજીક છે. સુસાઇડ કરવા પાછળનું કારણ હજું સુધી જાણી શકાયું નથી.


PM મોદીએ શું ટવિટ કર્યું?


પીએમ મોદીએ કહ્યું કે, “રામસ્વરૂપ એક સમર્પિત નેતા હતા અને તે હંમેશા દરેક સમસ્યાને હલ કરવા માટે કટિબદ્ધ હતા. તેમને સમાજની ભલાઇ માટે અથાક પ્રયાસ કર્યાં છે. તેમના અસામયિક અને દુર્ભાગ્યપૂર્ણ નિધનથી દુ;ખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે ઓમ શાંતિ”


અમિત શાહે શું કહ્યું?


અમિતા શાહે ટવિટ કરીને લખ્યું કે, “હિમાચલ પ્રદેશના મંડીના ભાજપના સાંસદ રામ સ્વરૂપ શર્માજીના નિધનથી અત્યંત દુ:ખી છું. હું દુ:ખના ઘડીમાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂં છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે”


આવી ઘટનાની ક્યારેય કલ્પના ન હતી કરી-જયરામ ઠાકુર


હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ટિવટ કરીને દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે, “હું તેની કલ્પના નથી કરી શકતો. અમે આ સમાચારથી દુ:ખી છીએ. તેઓ મંડીથી 2 વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમની આત્મહત્યાની વાત સામે આવી છે પરંતુ પોલીસ તપાસ કરી રહી છે.


સ્ટાફકર્મીઓએ ઘટનાની આપી જાણકારી
રામસ્વરૂપ શર્માના સ્ટાફ કર્મીએ તેમના મોતની જાણકારી પોલીસને આપી હતી. દિલ્લી પોલીસ મુજબ સાંસદ રામસ્વરૂપનું રૂમ અંદરથી બંધ હતો અને તેમણે ફાંસી લગાવી હતી. પોલીસના પહોંચ્યા બાદ જ ગેટ તોડવામાં આવ્યો. હજું સુધી સુસાઇડ નોટ કે મોતનું કારણ સામે નથી આવ્યું. પોલીસ તપાસ કરી રહી છે